<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

અમદાવાદના બોપલમાં ગૌ સેવાના લાભાર્થે શનિવારે રાત્રે લોક ડાયરાનું ભવ્ય આયોજન : રાજભા ગઢવી અને ધીરુભાઈ સરવૈયા જમાવટ કરાવશે

બોપલ-ઘુમા વિસ્તારમાં ગૌ સેવા અને સંરક્ષણ માટે નિધિ એકત્ર કરવા સંતવાણીનો કાર્યક્રમ, દાતાઓ અને ગૌપ્રેમીઓને પધારવા આયોજકોનું આમંત્રણ

અમદાવાદ, તા.16: અમદાવાદના બોપલ વિસ્તારમાં ગૌ સેવાના ઉમદા હેતુ માટે ભવ્ય લોક ડાયરાનું તા.૧૮ ને શનિવારે રાત્રે ગાગરવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર રાજભા ગઢવી અને લોકસાહિત્યકાર ધીરુભાઈ સરવૈયા પોતાની આગવી શૈલીમાં સંતવાણી અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે.

 

ગૌ માતાના સંરક્ષણ અને સેવા માટે આયોજિત આ કાર્યક્રમનો સંપૂર્ણ લાભ ગૌ શાળાના નિભાવ અને અબોલ પશુઓની સારવાર માટે વાપરવામાં આવશે. આયોજકો દ્વારા બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારના ધર્મપ્રેમી જનતા, દાતાઓ અને ગૌ ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌ સેવાના આ કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

રાજભા ગઢવી પોતાના વીરરસ અને ભક્તિરસથી ભરપૂર ડાયરા માટે જાણીતા છે, જ્યારે ધીરુભાઈ સરવૈયા લોકસાહિત્ય અને સંતવાણીના માધ્યમથી સમાજમાં સંસ્કાર અને સેવાભાવ જગાવે છે. બંને કલાકારોની જુગલબંધીથી બોપલની ધરતી પર લોકસાહિત્યનો અનેરો માહોલ સર્જાશે તેવી લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

(4:28 PM IST)