News of Wednesday, 4th November 2026
વડોદરામાં રહેતા એક દુઃખી પિતાએ પોતાના સંતાનોના લગ્ન ન થવાના ભારે માનસિક તણાવમાં આવીને કેમિકલ કંપનીના ખોફનાક એસિડ પ્લાન્ટના ટેન્કમાં ઝંપલાવીને અત્યંત દર્દનાક અને કાળમુખો આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી
એસિડના પ્લાન્ટમાં ઝંપલાવતાની સાથે જ કાયમ માટે શાંત થઈ ગઈ જિંદગી: આ ભયાનક અને કાળજું કોરી ખાતી ઘટનાની જાણ થતાં જ પરવારજનો અને કંપનીના કર્મચારીઓના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેર અને આસપાસના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કાળજું ચીરી નાખે તેવી અને રૂવાડાં ઊભા કરી દે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! વડોદરાની એક ખાનગી કેમિકલ કંપનીમાં ફરજ બજાવતા અને ઉંમરલાયક થઈ ગયેલા એક પિતા પોતાના ઉંમરલાયક સંતાનોના લગ્ન ન થવાને કારણે છેલ્લા ઘણા સમયથી ભારે ગમગીન અને માનસિક તણાવમાં જીવી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના દોહરીઘાટ તાલુકાના ચોરાડીહ પોસ્ટ વિસ્તારના વતની કમલાપરસાદ સુરેશકુમાર પ્રજાપતિ (ઉં.વ.57) હાલ પાદરા તાલુકામાં કમલેશભાઈ પટેલના મકાનમાં રહેતા હતા. તેઓ પાદરા વિસ્તારમાં આવેલી મયૂર ડાઇ કેમ ઇન્ટરમીડિયેટ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પરિવારમાં 28 વર્ષનો પુત્ર હૃદયનારાયણ અને 24 વર્ષની પુત્રી કાજલ છે. બંને સંતાનોના લગ્ન ન થતાં તેઓ છેલ્લા છ મહિનાથી માનસિક તણાવ અનુભવતા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.
દરમિયાન મંગળવારે તા. 3 નવેમ્બરના રોજ સવારે આશરે 9:15 વાગ્યાના અરસામાં તેઓ કંપનીના એચ-એસિડ પ્લાન્ટમાં આવેલા સલ્ફોનેટર એરિયામાં ફરજ પર હાજર હતા. આ દરમિયાન તેમણે આત્યંતિક પગલું ભરતાં એસિડની ટાંકીમાં પડી જવાથી ગંભીર રીતે દાઝી જતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
કંપનીમાં ફરજ દરમિયાન બનેલી આ ઘટનાની જાણ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
