News of Tuesday, 26th May 2026
નવસારીના ચીખલીના મજીગામમાં સરકારી વાયરલેસ સ્ટેશનની 25 એકર જેટલી જમીનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર
વિકરાળ આગને કાબૂમાં લેવા માટે બિલીમોરા અને ખૂંધ ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે દોડવું પડ્યું

નવસારી જિલ્લાના ચીખલીના મજીગામમાં આવેલા સરકારી વાયરલેસ સ્ટેશનની આશરે 25 એકર જેટલી વિશાળ જમીનમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે, આ સરકારી જમીનમાં ઘાસની સફાઈ કરવા માટે કોઈ શોર્ટકટ અપનાવીને સફાઈ કરનારા તત્વો દ્વારા જ જાણીજોઈને આગ ચાંપવામાં આવી રહી છે. છેલ્લા 4 થી 5 વર્ષથી આ પ્રકારનો સિલસિલો સતત ચાલતો હોવાથી, વારંવાર લાગતી આગને કારણે આસપાસના અનેક મૂલ્યવાન વૃક્ષો બળીને ખાખ થઈ રહ્યા છે અને પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આજે લાગેલી આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે બિલીમોરા અને ખૂંધ ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે દોડવું પડ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ું
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
