<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

નવસારીના કબીલપોર વિસ્તારમાં નવા બનેલા રસ્તામાં અચાનક મસમોટો ભૂવો પડતાં એક સ્કૂલ વાન ફસાઈ

માત્ર બે મહિના પહેલાં જ બનાવાયેલા રસ્તામાં ભૂવો પડતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં નવા બનેલા રસ્તામાં અચાનક મસમોટો ભૂવો પડતાં એક સ્કૂલ વાન તેમાં ફસાઈ ગઈ હતી. વોર્ડ નંબર 5માં આવેલી સરકારી શાળાની પાછળ બનેલી આ ઘટનાએ રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. માત્ર બે મહિના પહેલાં જ બનાવાયેલા રસ્તામાં ભૂવો પડતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સદનસીબે ઘટના સમયે સ્કૂલ વાન બાળકોને લેવા જઈ રહી હતી અને તેમાં કોઈ બાળક સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

(12:53 AM IST)