<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણી ઓસરતાં અકોટા બ્રિજ નજીક મોટી સંખ્યામાં મગરો દેખાયા

અકોટા બ્રિજ નજીક મોટી સંખ્યામાં મગરો દેખાતાં સ્થાનિકો અને સહેલાણીઓમાં ભારે ઉત્સુકતા

વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર પછી જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પાણી ઓસરતાં નદીના કિનારે અનેક સ્થળોએ મગરો બહાર આવી તડકો લેતા અને આરામ કરતા જોવા મળ્યા છે.

ખાસ કરીને અકોટા બ્રિજ નજીક મોટી સંખ્યામાં મગરો દેખાતાં સ્થાનિકો અને સહેલાણીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી. મગરોના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો અકોટા બ્રિજ પર પહોંચી ગયા હતા. ઘણા લોકોએ પોતાના વાહનો રસ્તાની બાજુમાં ઉભા રાખીને મગરોના ફોટા અને વીડિયો ઉતાર્યા. પરિવાર સાથે આવેલા ઘણા લોકો મગરોને જોવા માટે ઉમટી પડ્યા હતા.

ભીડ વધતાં અકોટા બ્રિજ પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસ અને સંબંધિત વિભાગોએ વાહનવ્યવહાર સુધારવા માટે દોડધામ કરવી પડી હતી

(10:54 PM IST)