તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 27th May 2026
સાબરકાંઠાના વડાલી પંથકમાં બાયો મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લામાં ઠાલવી દેવાયો : સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ
જેતપુર ગામની નજીક જાહેરમાં જોખમી કચરો ફેંકી દેવાતા સ્થાનિકોની ખાનગી હોસ્પિટલો અને કસૂરવારો સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલા જેતપુર ગામની નજીક ખુલ્લામાં બાયો મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં ઠાલવી દેવામાં આવ્યો છે. આ રીતે જાહેરમાં જોખમી કચરો ફેંકી દેવાતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.
ઘટનાસ્થળેથી મળી આવેલા કચરામાં એક્સપાયરી ડેટ વાળી ઝેરી દવાઓ, પ્રતિબંધિત ગોળીઓ, સિરીંજ, અને વપરાયેલી પ્રવાહી બોટલો સહિતનો જોખમી જથ્થો ખુલ્લામાં પડેલો જોવા મળ્યો છે. નિયમ મુજબ કોઈપણ હોસ્પિટલ કે ક્લિનિક માટે આવા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો કાયદાકીય રીતે ફરજિયાત બને છે. આ બેદરકારીને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની નબળી કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરનાર ખાનગી હોસ્પિટલો અને કસૂરવારો સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
