<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વલસાડના પારડીમાં હાઇવે પરથી ખાનગી લક્ઝરી બસમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 2 ડ્રાઇવરો-ક્લીનર અને એક મહિલાની ધરપકડ

બસના પાર્સલના ખાનામાં કોથળાઓમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો : મહિલાએ અન્ય એક રીક્ષા ચાલકની મદદથી આ દારૂનો જથ્થો ખાનગી બસમાં લોડ કરાવ્યો હતો

વલસાડના પારડી પોલીસ મથકની ટીમે બાતમીના આધારે નેશનલ હાઇવે પર ગોઠવેલા વોચ દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અટકાવી હતી. તપાસ દરમિયાન પોલીસને બસના પાર્સલના ખાનામાં કોથળાઓમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

 

કાબ્રા ટ્રાવેલ્સની આ બસમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે દારૂના જથ્થા સાથે બસને પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક મહિલાએ અન્ય એક રીક્ષા ચાલકની મદદથી આ દારૂનો જથ્થો ખાનગી બસમાં લોડ કરાવ્યો હતો. 

 

આ ગેરકાયદેસર કામમાં બસના ડ્રાઇવરો અને ક્લીનરે પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસે અઢી લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ઘટનાના પગલે પારડી પોલીસે બસના બંને ડ્રાઇવરો, ક્લીનર અને મહિલા મુસાફર સહિત કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

(8:05 PM IST)