<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સુરતના અડાજણ વિસ્તારમાં લિવ-ઇન રિલેશનશિપનો મામલો જાહેરમાં પહોંચતા બે પરિવારો વચ્ચે ધીંગાણું

યુવક અને યુવતીના પરિવારજનો રસ્તા પર સામસામે:બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ધીંગાણા સુધી પહોંચ્યો: આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી

સુરતના અડાજણ વિસ્તારમાં લિવ-ઇન રિલેશનશિપનો મામલો જાહેરમાં પહોંચતા ભારે હોબાળો મચ્યો હતો. યુવક અને યુવતીના પરિવારજનો રસ્તા પર સામસામે આવી જતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ધીંગાણા સુધી પહોંચ્યો હતો. રસ્તા પર બંને પરિવાર વચ્ચે થયેલા ઘર્ષણને પગલે આસપાસના લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને યુવક-યુવતીને અલગ કરવા સ્થાનિક લોકોએ વચ્ચે પડી પ્રયાસ કર્યો હતો. જોકે, બંને પક્ષો વચ્ચે વિવાદ વધુ વકરતાં આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લિવ-ઇન રિલેશનશિપને લઈને થયેલો આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.

(11:46 AM IST)