News of Monday, 13th July 2026
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામા વડોદરા 'નમો કમલમ્' ખાતે 'બૃહદ કાર્યકર્તા બેઠક' : સંગઠનના હોદ્દેદારો,આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો
જગદીશભાઈ વિશ્વકર્માએ પક્ષના પાયાના કાર્યકર્તાઓને ભાજપાની સૌથી મોટી તાકાત ગણાવ્યા: તેઓએ કાર્યકર્તાઓને વિવિધ સંગઠનાત્મક મુદ્દે માર્ગદર્શન આપ્યું

વડોદરા : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામા વડોદરા મહાનગર ભાજપા કાર્યાલય 'નમો કમલમ્' ખાતે 'બૃહદ કાર્યકર્તા બેઠક' યોજાઈ હતી જેમાં તેઓએ મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.
જગદીશભાઈ વિશ્વકર્માએ પક્ષના પાયાના કાર્યકર્તાઓને ભાજપાની સૌથી મોટી તાકાત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓના પરિશ્રમ અને સમર્પણના બળે જ ભાજપાનું સંગઠન સદાય અડીખમ રહ્યું છે. આ પ્રસંગે તેઓએ કાર્યકર્તાઓને વિવિધ સંગઠનાત્મક મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
