News of Saturday, 9th May 2026
અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી : પ્લાન્ટમાં કેમિકલ લોડિંગ સમયે દુર્ઘટના
દુર્ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ખસેડાયા હતા,તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા

ભરૂચના ઔદ્યોગિક હબ અંકલેશ્વર GIDCમાં આવેલી જાણીતી કેડિલા કંપનીમાં મોડી રાત્રે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે. કંપનીના MPP-2 પ્લાન્ટમાં જ્યારે સોડિયમ કાર્બોનેટનું લોડિંગ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં ફાળકો પડી ગયો હતો. હાલ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગ અને બ્લાસ્ટના ચોક્કસ કારણો જાણવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
