News of Friday, 26th June 2026
ગાંધીનગરના કુડાસણ-પોર વિસ્તારમાં ગેસની મુખ્ય પાઇપલાઈનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, લોકો સુરક્ષિત સ્થળે ખસ્યા, ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે, કોઈ જાનહાનિ નહીં
ગુજરાત ગેસની મુખ્ય લાઈનમાં લીકેજના કારણે આગ ભભૂકી, 20 ફૂટ ઊંચી જ્વાળાઓ દેખાતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ, ગેસ કંપની અને ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી

ગાંધીનગર, તા. 26 : ગાંધીનગરના કુડાસણ-પોર વિસ્તારમાં આજે બપોરે ગેસની મુખ્ય પાઇપલાઈનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈનમાં લીકેજ થતા આગ લાગી હતી અને 20 ફૂટ ઊંચી જ્વાળાઓ ઉઠવા લાગી હતી. આગ જોતા જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને ગુજરાત ગેસની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસના રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીના કર્મચારીઓએ લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં લાઈનમાં કાણું પડવાથી ગેસ લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
