News of Monday, 20th April 2026
રાધનપુર-વારાહી હાઇવે પર ચાલતા ટ્રેલરમાં અચાનક ભીષણ આગ ભભૂકી : ભારે ફફડાટ
હાઈવે પર દોડતું વાહન એકાએક આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં આસપાસના વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો:ભરચક ટ્રાફિક ધરાવતા આ માર્ગ પર આગની આ ઘટનાને પગલે અફરાતફરી

પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલતા ટ્રેલરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. હાઈવે પર દોડતું વાહન એકાએક આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં આસપાસના વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભરચક ટ્રાફિક ધરાવતા આ માર્ગ પર આગની આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
આ ઘટના રાધનપુર-વારાહી હાઈવે પર આવેલા મોટી પીપળી ગામ નજીક બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેલર ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. હાઈવે પર આગનો ગોળો બનેલી આ ટ્રકને જોઈને રસ્તે પસાર થતા લોકોએ તુરંત જ પોતાનાં વાહનો થોભાવી દીધા હતા અને તંત્રને જાણ કરી હતી. નેશનલ હાઈવે પર લાગેલી આ ભીષણ આગને કારણે વાહન વ્યવહાર થોડા સમય માટે થંભી ગયો હતો. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે સલામતીના ભાગરૂપે બંને તરફના રસ્તાઓ પર ટ્રાફિક રોકી દેવાની ફરજ પડી હતી. હાઈવે જેવી વ્યસ્ત જગ્યાએ આગ લાગતા અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે, આટલી ભયાનક આગ હોવા છતાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આગ લાગતાની સાથે જ સમયસૂચકતા વાપરીને ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાંથી બહાર કૂદી પડ્યા હતા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈવે પર વાહનોમાં આગ લાગવાની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
