<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

જેસીંગપુરા બસ સ્ટેન્ડ નજીક બાઇક સ્લીપ થતા આધેડ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

ગામના સ્ટેન્ડ નજીક મોટરસાઇકલ સ્લીપ થતા એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:તિલકવાડા તાલુકાના જેસીંગપુરા ગામના સ્ટેન્ડ નજીક મોટરસાઇકલ સ્લીપ થતા એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું
   પ્રાપ્ત માહિતી અનુસાર કાંતાબેન અતુલભાઇ ભીલ (રહે, કાકડીયા તા. તિલકવાડા) નાઓએ આપેલ ફરિયાદ મુજબ મરનાર કેસાભાઇ કંચનભાઇ ભીલ( ઉ.વ.૬૨)( રહે-કાક્ડીયા તા.તિલકવાડા જિ-નર્મદા) નાઓને ગઇ કાલ તા.૧૦/૦૯/૨૦૨૬ ના રોજ સાંજના સમયે અગર ગામે પેટ્રોલ પમ્પ ખાતે ડીઝલ લેવા માટે તેમની મોટર સાયકલ નંબર GJ-6-BH-2263 ની લઇને જતા હતા તે દરમીયાન જેસીંગપુરા બસ સ્ટેંડ પાસે તેઓની મો.સા.સ્લીપ ખાઇ જતા તેમને શરીરે માથાના પાછળના ભાગે તેમજ શરીરે અન્ય જગ્યાએ ગેબી માર વાગતા ગંભીર ઇજાઓના કારણે તેમને સારવાર દરમીયાન ફરજ પરના ડોકટરે એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા ખાતે તા.૧૫/૦૯/૨૦૨૬ ના દિવસે મૃત જાહેર કરતા તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:03 PM IST)