News of Wednesday, 9th September 2026
તિલકવાડાના નલિયા ગામ નજીક રેલવે બ્રિજની દીવાલ સાથે મોટરસાયકલ ભટકાતા સર્જાયો ગંભીર અકસ્માત
અકસ્માતમાં ઝરવાની ગામના બે વ્યક્તિના થયા કરૂણ મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાફિકમાં ઘરખમ વધારો નોધાયો છે.ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે હાલ થોડા સમય પહેલા જ દાજીપુરા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા તે વિસ્તારના જ બે યુવાનોના ઘટના સ્થળ પર કરુણ મોત થયા હતા ત્યારે હાલ ફરી એકવાર અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે
.મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના ઝરવણી ગામના રામજીભાઈ સોગદાભાઈ વસાવા તથા ઇશ્વરભાઇ ભાદરભાઈ વસાવા જેવો પોતાની GJ 22 AA 6536 નંબરની મોટરસાયકલ લઈને નીકળ્યા હોય અને તિલકવાડા ક્રોસ કરીને આગળ તરફ જતા હતા ત્યારે નલિયા ગામ નજીક રેલવે બ્રિજ પાસે આવતા અચાનક ગાડીના સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા રેલવે બ્રિજની દિવાલ સાથે મોટરસાયકલ ધડાકાભેર ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ઈશ્વરભાઈ ભાદરભાઈ વસાવા અને પાછળ બેઠેલા રામજીભાઈ સગદાભાઈ વસાવાના ઘટના સ્થળ પર જ કરુંણ મોત થયા હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માત માં મોટરસાયકલ દિવાલ સાથે એટલી જોરદાર ભટકાઈ હતી કે મોટર સાયકલના આગળ નો ભાગ દૂર જઈને પડ્યો હતો જોકે અચાનક આવી દુઃખદ અને કરૂણ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ અકસ્માત થતા ઘટના સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ સ્ટાફના માણસ ઘરના સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
