તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 28th May 2026
કલોલના વેડાની સાર્વજનિક હોસ્પિટલમાં ટ્રસ્ટીઓના માનસિક ટોર્ચરથી નર્સનું મોત થયું હોવાનો આક્ષેપ
ટ્રસ્ટીઓ કર્મચારીઓના બેંક ખાતામાં પૂરો પગાર જમા કરાવ્યા બાદ તેમાંથી 25 % રકમ રોકડી ઉપડાવીને પોતાની પાસે રાખી લેતા

કલોલ તાલુકાના વેડા ગામની ભોગીલાલ મોહનલાલ ભટ્ટ સાર્વજનિક હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા જ્યોર્જ ક્રિસ્ચન એલ્સી નામના મહિલા કર્મચારીનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે, જેને પગલે પરિવાર અને હોસ્પિટલ સ્ટાફે ટ્રસ્ટીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ અનુસાર, હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા અપાતા અતિશય માનસિક ટોર્ચરના કારણે જ નર્સને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત સ્ટાફે એવો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો છે કે, ટ્રસ્ટીઓ કર્મચારીઓના બેંક ખાતામાં પૂરો પગાર જમા કરાવ્યા બાદ તેમાંથી 25 % રકમ રોકડી ઉપડાવીને પોતાની પાસે રાખી લેતા હતા અને અન્ય કર્મચારીઓને પણ માનસિક યાતના આપતા હતા. હાલ મૃતકના શબને પીએમ અર્થે કલોલ સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે, જ્યાં હોસ્પિટલના અન્ય કર્મચારીઓએ એકઠા થઈને ટ્રસ્ટીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
