News of Sunday, 12th July 2026
યુ.કે. જવાના વીજા બનાવી આપવાનો વિશ્વાસ અપાવી રૂ.૨૯.૫૦ લાખ ખંખેરી લેનાર 5 વ્યક્તિઓ સામે ફરિયાદ
નાંદોદ તાલુકાના ઉમરવા ગામના વ્યક્તિ ને યુકે ના બીજા બનાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લીધા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નાંદોદ તાલુકાના ઉમરવા ગામના વ્યક્તિ ને યુ.કે.જવાના વીઝા બનાવી આપવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લેનારા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર કિશનભાઇ શૈલેષભાઇ પટેલ( ઉ.વ.૨૯ )(રહે.ઉમરવા ગામ, માલસરીયુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ (૧) સાવનભાઇ પારેખ ઉર્ફે મયુરભાઇ ભરતભાઇ નાયી (રહે.મહેસાણા હાલ રહે. (યુ.કે) તથા તેમની સાથે કામ કરતા (૨) હર્ષ પટેલ (રહે.ગાંધીનગર) જેનુ પુરૂનામ સરનામુ જણાયેલ નથી. (૩) ધારીની દિનકરભાઇ નાયકા (રહે.૫/એ ધનશ્યામ નગર પાર્ટ, પરીભ્રમણ સોસાયટી પાસે, ચાંદલોડીયા, દસક્રોઇ, અમદાવાદ શહેર ) (૪) હીરેન પટેલ જેનુ પુરૂનામ સરનામું જણાયેલ નથી (૫) વિકીભાઇ ભરતભાઇ બારોટ( રહે.માણાસા જી.ગાંધીનગર )નાઓ એ એકબીજાની મદદગારી કરી કિશનભાઇ શૈલેષભાઇ પટેલ તથા તેમના બનેવી રોનકભાઈ લાલજીભાઇ પટેલ નાઓને યુ.કે. જવાના વીજા બનાવી આપવાનો વિશ્વાસ અપાવી ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે રૂા.૧૫,૦૦,૦૦૦/- તથા ફરીયાદીના જીજાજી રોનકભાઈ લાલજીભાઇ પટેલ નાઓ પાસેથી ટુકડે ટુકડે રૂા.૧૪,૫૦,૦૦૦/- મેળવી વીઝા નહી બનાવડાવી આપી ફરીયાદી તથા બનેવી સાથે કુલ રૂા.૨૯,૫૦,૦૦૦/-નો ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
