News of Friday, 1st May 2026
ટીચિંગ ક્ષેત્રે સ્વર્ણિમ કારકિર્દી બનાવવા માટેનું પ્રવેશદ્વાર એટલે IITE ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશન
વડાપ્રધાન મોદીના વિચારબીજથી શરૂ થયેલ આ યુનિવર્સિટી આજે સમગ્ર દેશમાં એક નમૂનારૂપ યુનિ. તરીકે નામના પામેલ છે : આઈઆઈટીઈ તમામ યોગ્ય ઉમેદવારોને આ અનોખા શિક્ષણ અવસરનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે

ગાંધીનગર તા. ૧ : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા (IITE) ની સ્થાપના વર્ષ ૨૦૧૦માં વિશ્વસ્તરીય શિક્ષકો તૈયાર કરી તેમને વૈશ્વિક સ્તરે પ્રદાન કરવાની લ્લષ્ટિ સાથે કરવામાં આવી હતી, ખાસ કરીને તે સમયે જ્યારે વિશ્વમાં ગુણવત્તાસભર શિક્ષકોની અછત અનુભવાઈ રહી છે. તે સમયના મુખ્યમંત્રી અને હાલના ૨૧મી સદીનું શિક્ષણ માત્ર ડિગ્રી સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સર્વાંગી વિકાસને આવરી લેતું હોવું જોઈએ. આ વિચારધારાને આધારે નવીન, નિવાસીય અને સંકલિત અભ્યાસક્રમોની કલ્પના સાકાર કરવામાં આવી. વિશ્વભરના શ્રેષ્ઠ શૈક્ષણિક તત્વજ્ઞાનને વ્યવહારિક રૂપ આપવા માટે પ્રખ્યાત ભારતીય શિક્ષણવિદ અને તત્ત્વચિતક શ્રી કિરીટભાઈ જોશીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાનોની ટીમે સાથે મળીને IITE ના પાઠ્યક્રમ તૈયાર કરેલ છે.
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા (Indian Institute of Teacher Education IITE), ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૬ માટેના અનુસ્નાતક (Postgraduate) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી છે અને શિક્ષક પ્રશિક્ષણ માટે વિશેષરૂપે સમર્પિત છે.
આઈઆઈટીઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-૨૦૨૦)ના માર્ગદર્શન હેઠળ મલ્ટિડિસિપ્લિનરી, મૂલ્યઆધારિત અને કૌશલ્ય કેન્દ્રિત શિક્ષણ પ્રદાન કરે છે, જેના દ્વારા વૈશ્વિક સ્તરે સક્ષમ શિક્ષકો તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે. IITEના મા. કુલપતિ ડો. મુકેશભાઇ પટેલ આ યુનિવર્સિટીને મલ્ટી ડિસિપ્લિનરી અને રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી બનવવા માટે પ્રગતિશીલ દ્રષ્ટિકોણથી સમગ્ર ટીમ સાથે કાર્ય કરી રહ્યા છે.
Indian Institute of Teacher Education ના અનુસ્નાતક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫૨૬ દરમિયાન શૈક્ષણિક, સંશોધન અને કો કરીકયુલર પ્રવૃત્તિઓમાં ઉત્હુષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય જર્નલોમાં સંશોધન લેખો પ્રકાશિત કરવા ઉપરાંત વિદ્યાર્થીઓએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં શ્રેષ્ઠ પોસ્ટર પ્રેઝન્ટેશન, મૌખિક પ્રસ્તુતિમાં ઉચ્ચ ક્રમાંક અને વૈજ્ઞાનિક પરિષદોમાં વિશિષ્ટ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. PG ભવનના હેડ ડો. મેહુલ દવેના માર્ગદર્શનમાં અંકુર મોતા સહિત ૭ વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે UK યુકે ડિઝાઇન પેટન્ટ પ્રાપ્ત કરી પ્લાન્ટ આઇડેન્ટિફિકેશન માટે નવીન વૈજ્ઞાનિક ઉપકરણ વિકસાવ્યું છે તેમજ પેટન્ટ ફાઇલિગ જેવી મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે. ફિજીકસ ભવનના વડા ડો. દિપીકા પટેલના માર્ગદર્શનથી રિકલ ચૌહાણે પણ ભારતીય પેટન્ટ પ્રાપ્ત કરેલ છે. કેમેસ્ટ્રી ભવનના વડા ડો. તેજસ પાવાગઢી અને PG હેડ ડો. મેહુલ દવેના માર્ગદર્શનથી કેવલ વૈષણવ અને અન્ય વિદ્યાર્થીઓએ પણ UK ડિઝાઇન પેટન્ટ રજીસ્ટર કરેલ છે. વિદ્યાર્થીઓએ મીડિયા અને સંચાર ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ All India Radiં ખાતે એન્કર તરીકે કાર્ય કરીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી છે, તેમજ સ્થાનિક શાસકીય મંચો પર પણ એન્કરિંગ દ્વારા પ્રભાવશાળી હાજરી નોંધાવી છે.
યુવા મહોત્સવો અને યુનિવર્સિટી સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લઈને સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. વધુમાં, નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયોમાં CSIR NET, UGC NET અને GSET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે, જે તેમની શૈક્ષણિક ક્ષમતા અને સંશોધન માટેની તૈયારી દર્શાવે છે. આ તમામ સિદ્ધિઓ સંસ્થાની નવીનતા, ગુણવત્તાસભર શિક્ષણ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિબિત કરે છે. IITEના ડીન પ્રો. જયના જોશી અને સેન્ટર ઓફ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. મેહુલ દવેની આગેવાનીમાં વિદ્યાર્થીઓ માટે ૩૬૦ ડિગ્રી ડેવલપમેન્ટ ના અનેક અભિગમો હાથ ધરવામાં આવ્યા છે. આ વર્ષથી IITEમાં ITEP જેવા NCTE માન્ય અભ્યાસક્રમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.
* IITE ખાતે ઉપલબ્ધ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો
પ્રવેશ માટે નીચેના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે
* B.Ed.-M.Ed. (૩ વર્ષ સંકલિત)
* M.Ed. (૨ વર્ષ)
* M.Sc.-M.Ed. (Maths, Botany, Physics, Chemistry) / M.A.-M.Ed. (English) (૩ વર્ષ સંકલિત)
* M.Sc. (Maths, Botany, Physics, Chemistry) M.A. (English)
પ્રવેશ પ્રક્રિયા
* પ્રવેશ i3T (Integrated Test for Teacher Trainee) અથવા CUET-PG ના ગુણાંકના આધારે આપવામાં આવશે.
* i3T ઓનલાઇન પ્રોક્ટર આધારિત પરીક્ષા રહેશે
ઓછામાં ઓછા ૫૦% ગુણ મેળવવા ફરજિયાત
મેરિટ આધારે કાઉન્સેલિગ દ્વારા અંતિમ પ્રવેશ
મહત્વપૂર્ણ તારીખો
* અરજીની છેલ્લી તારીખઃ ૦૭ મે ૨૦૨૬
* i3T પરીક્ષાઃ ૧૦ મે ૨૦૨૬
* પરિણામઃ ૧૧ મે ૨૦૨૬
* કાઉન્સેલિંગઃ ૧૩ મે ૨૦૨૬
* અભ્યાસ શરૂઃ ૧૫ જૂન ૨૦૨૬
ફી અને સ્કોલરશિપ
* પ્રતિ સેમેસ્ટર ફી રૂા.૨૫,૦૦૦ થી રૂા.૨૭,૦૦૦
* ટોચના ૫% વિદ્યાર્થીઓ માટે બે સેમેસ્ટરની ફી માફી
* i3T માં ૭૫% કરતાં વધુ ગુણ મેળવનારને પ્રાધાન્ય
વિશેષતાઓ
* સંકલિત અને પ્રયોગાત્મક શિક્ષણ પદ્ધતિ
* સંશોધન, ઇન્ટર્નશિપ અને સમુદાય જોડાણ
* કૌશલ્ય વિકાસ અને વ્યક્તિત્વ નિર્માણ પર ભાર
* રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે શિક્ષક બનવાની તક
અરજી કેવી રીતે કરવી
* ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી માટે www.iite.ac.iઁ વેબસાઇટની મુલાકાત લેવી.
* સંપર્ક માટે
* ઈમેલ : [email protected]
* ફોનઃ ૦૭૯-૨૩૨૪૩૭૩૩ / ૨૩૨૪૩૭૩૪
ડો. મેહુલ પી. દવે, પોસ્ટ ગ્રેજ્યુએટ હેડ અને ડેપ્યુટી ડાયરેક્ટર, સેન્ટર ઓફ એજ્યુકેશન, ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર. ૯૮૨૪૨૩૫૦૩૩
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
