<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

અમદાવાદમાં વૈષ્ણોદેવી બ્રિજ પાસેથી લક્ઝુરિયસ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : 28 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ PCB એ વૈષ્ણોદેવી બ્રિજ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બાપુનગરના બે ભાઈઓને 28.47 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા

અમદાવાદ શહેર પીસીબી (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે બાતમીના આધારે વૈષ્ણોદેવી બ્રિજ પાસે વોચ ગોઠવીને લક્ઝુરિયસ ગાડીમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે દારૂની હેરાફેરી કરતા બે સગા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના પાલીથી એક લક્ઝુરિયસ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી PCB ને મળી હતી. આ બાતમીના આધારે ટીમે વૈષ્ણોદેવી બ્રિજ પાસે નાકાબંધી કરી શંકાસ્પદ ગાડીને આંતરી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 407 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 3.26 લાખ થાય છે.

પોલીસે આ મામલે દારૂની હેરાફેરી કરતા દિલીપ ચૌહાણ અને સંજય ચૌહાણ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ સગા ભાઈઓ છે અને તેઓ શહેરના બાપુનગર વિસ્તારના રહેવાસી છે.

(1:06 AM IST)