News of Monday, 14th September 2026
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા જરીના કારખાનામાં શ્રમિક પરિવારની સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ
- માતા-પિતાની ગેરહાજરીનો લાભ લઈને કારખાનામાં જ કામ કરતા ૨૨ વર્ષીય વિરેન ડાકુઆ નામના યુવકે કૃત્ય આચર્યું હોવાનો આરોપ

સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા એક જરીના કારખાનામાં શ્રમિક પરિવારની સાત વર્ષની માસૂમ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાની અત્યંત શરમજનક અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર બાળકીના માતા-પિતા પણ આ જ જરીના કારખાનામાં મજૂરી કામ કરે છે. બાળકીના માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને, કારખાનામાં જ કામ કરતા 22 વર્ષીય વિરેન ડાકુઆ નામના યુવકે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, જરી કારખાના પાસે આવેલા કપડાં બદલવાની રૂમની બહાર આ માસૂમ બાળકી રમી રહી હતી. તે દરમિયાન આરોપી વિરેન ડાકુઆ તેને બળજબરીપૂર્વક રૂમની અંદર ખેંચી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ભયાનક અને અમાનવીય ઘટના બાદ માસૂમ બાળકીએ હિંમત દાખવીને પોતાના માતા-પિતાને આ અંગેની જાણ કરી હતી, જેના પગલે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
માસૂમ સગીરા સાથે બનેલી આ ઘટનાને કારણે પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ખટોદરા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
