તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 24th April 2026
મહેસાણાના બાસણા સ્થિત મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર
B.Sc નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ કોલેજ હોસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેસાણાના બાસણા સ્થિત મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. B.Sc નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ કોલેજ હોસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી મુજબ ગઇકાલે જ તેની પાંચમા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થઈ હતી. ઘટનાની જાણ થતા વિસનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
