<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

નવસારી શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૧,૧૪૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

તમામ અસરગ્રસ્તોને નજીકના સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડયા જ્યાં ભોજન અને આરોગ્યની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ

 

નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૧,૧૪૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ અસરગ્રસ્તોને નજીકના સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે ભોજન અને આરોગ્યની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં તંત્ર સંપૂર્ણ રીતે હાઈ એલર્ટ પર છે અને કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

(1:04 AM IST)