<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

પુર રાહત સહાય હેઠળ સુરત શહેરના શહેરના છ તાલુકામાં કુલ ૩૨૦૧૭ અસરગ્રસ્તોને કુલ રૂ.૭.૨૦ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ

તા.૧૩મી જૂલાઈના રોજ શહેરના છ તાલુકામાં ૩૭૧૫ લાભાર્થીઓને કુલ રૂ.૮૪ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ-ઘરવખરી સહાયનું વિતરણ

સુરત :શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં શહેરના છ તાલુકામાં કુલ  અસરગ્રસ્તોને કુલ રૂ.૭.૨૦ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. તા.૧૩મી જુલાઈના રોજ શહેરના છ અસરગ્રસ્ત તાલુકાઓમાં ૩૭૧૫ અસરગ્રસ્ત લાભાર્થીઓને કુલ રૂ.૮૪ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે.
 વિગતે જોઈએ તો અત્યાર સુધીમાં સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમા ૨૧૪૮૪ અસરગ્રસ્તોને કુલ ૧.૯૩ કરોડની કેશડોલ્સ ચુકવાઈ છે તાલુકાવારની વિગતો જોઈએ તો, કતારગામ તાલુકામાં ૧૨૪૩ અસરગ્રસ્તોને રૂ.૧૧.૧૮ લાખ, પુણા તાલુકામાં ૬૬૮૩ અસરગ્રસ્તોને રૂ.૬૦.૧૪ની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. મજુરા તાલુકામાં ૩૩૩૨ લાભાર્થીઓને રૂ.૨૯.૯૮ લાખ તેમજ અબ્રામા તાલુકામાં ૧૦૫૪ લાભાર્થીઓને રૂ.૯૪.૮૬ લાખ સહાય પેટે  ચૂકવાયા છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં ૯૦૪૦ અસરગ્રસ્તોને રૂ.૮૧.૩૬ લાખથી વધુની રોકડ કેશડોલ્સ સહાય તથા અડાજણમાં ૧૩૨ અસરગ્રસ્તોને રૂા.૧.૧૮ લાખ સહાય પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે. વિશેષ રૂપે, આજે દિવસ દરમિયાન સર્વેની કામગીરીની સાથે-સાથે વહીવટી તંત્ર દ્વારા ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવી છે.
  જયારે ઘર વખરીની વિગતો જોઈએ છ તાલુકાના ૧૦૫૩૩ અસરગ્રસ્તોને કુલ ૫.૨૬ કરોડની સહાય ચુકવાઈ છે વિગતો વાર જોઈએ તો કતારગામ તાલુકામાં ૫૮૧ પરિવારોને રૂ.૨૯ લાખ, પુણા તાલુકામાં ૩૧૭૬ પરિવારોને રૂ.૧.૫૮ કરોડ, મજુરા તાલુકામાં ૧૫૮૧ અસરગ્રસ્તોને રૂ.૭૯ લાખ, અબ્રામા તાલુકામાં ૬૦૯ પરિવારોને રૂ.૩૦.૪૫ લાખ અને મુખ્ય અસરગ્રસ્ત એવા ઉધના તાલુકામાં ૪૫૨૦ પરિવારોને રૂ.૨.૨૬ કરોડ તથા અડાજણમાં ૬૬ લાભાર્થીઓને રૂા.૩.૩૦ લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ સર્વેની કામગીરી શરૂ છે

(11:28 PM IST)