<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

વડોદરાના સાવલીમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત

પૂરઝડપે આવતા એક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા સંદીપનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું

વડોદરાના સાવલી-જરોદ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ૨૧ વર્ષીય યુવક સંદીપ વસાવાનું કરુણ મોત નીપજ્યું છે. પૂરઝડપે આવતા એક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા સંદીપનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલી સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

 

(11:59 PM IST)