News of Wednesday, 3rd June 2026
અમદાવાદના મેઘાણીનગરમાં રિક્ષામાં બેઠેલા હરેશ પટણી નામના યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા
હત્યા પાછળ યુવતી સાથેની મિત્રતાને લઈને થયેલો ઝઘડો કારણભૂત હોવાની શંકા સેવાઈ રહી છે

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રિક્ષામાં બેઠેલા હરેશ પટણી નામના યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. રિક્ષામાં બેસેલા યુવક પર અચાનક હુમલો કરી તેને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેમાં યુવકનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હત્યા યુવતી સાથેની મિત્રતાને લઈને થયેલા ઝઘડાનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. આ મામલે બે સગીરોની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતા જ ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે મૃતકના ફોનની કોલ ડિટેઈલ્સ અને આસપાસના CCTV ફૂટેજ મેળવી આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
