<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે : ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે : પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાન ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે : ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે2:44 PM IST

આરોપીઓનું કાર્યક્ષેત્ર ગુજરાતના સીમાડા વટાવી દેશભરમાં ફેલાયું હોવાના પુરાવા મળતા ખળભળાટ : શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અધધ રકમની કમાણીની લાલચમાં કરોડોના ફ્રોડમાં સુરત સાયબર ક્રાઈમ દ્વારા પકડાયેલ આરોપીઓની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો : અનુપમસિંહ ગેહલોતના સાયબર ક્રાઈમ વિરુદ્ધના અભિયાનની તપાસમાં ઘડાયેલ રણનીતિનો અક્ષરશઃ અમલ ક્રાઈમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી બિશાખા જૈનની ટીમ દ્વારા સફળતાના દ્વાર ખુલ્યાઃ એસીપી શ્વેતા ડેનિયલ અને પોલીસ ઇન્સ્પેકટર એન. આર.પટેલ તથા સ્ટાફ ટેકિનકલ સર્વેલેન્સ તથા કુનેહપૂર્વક તપાસ આગળ વધારતા મૂળ સુધી પહોંચ્યાઃ વાયરલ કિસ્સાની વિસ્તૃત વાત10:59 AM IST

ઇશ્વર ભકિતમાં ભાવિકો તરબોળ બન્યાઃ અલોકીક વાતાવરણ : પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ચાલતી ભાગવત કથામાં ચિક્કાર મેદની : સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત મોક્ષગાથા સમાજસેવાનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ બની રહી છેઃ સ્‍વામી પરમાત્‍માનંદજી, રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજયમંત્રી કોૈશિકભાઇ વેકરીયા, સાંસદો પુરૂષોતમભાઇ રૂપાલા અને રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યો રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શીતાબેન શાહ, અકિલા પરિવારના કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ભારતીબેન પુરૂષોતમભાઇ પીપરીયા, નિકીતાબેન નરેન્‍દ્રભાઇ નથવાણી, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઇ ઢોલરીયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, ઉપપ્રમુખ મેહુલભાઇ નથવાણી, જાણીતા કલાકાર સાંઇરામભાઇ દવે, આર્કીટેકટ ચૈતન્‍યભાઇ સિંહાર, આહીર અગ્રણી ઘનશ્‍યામભાઇ હેરભા, અગ્રણી બિલ્‍ડર્સ સરવાનંદભાઇ સોનવાણી અને મુકેશભાઇ શેઠ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજશ્રેષ્‍ઠી રાજુભાઇ પોબારૂ, ડો.નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન કોટક, રીટાબેન કુંડલીયા, ડો.પરાગભાઇ દેવાણી, ડો.જનકભાઇ ઠક્કર, ભાવિનીબેન ખખ્‍ખર, ધવલભાઇ ખખ્‍ખર, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ માદેકા, નરેન્‍દ્રભાઇ નથવાણી, સુધીરભાઇ દુબલ સહિતના મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યુઃ દરરોજ સાંજે ૬:૩૦ થી ૮ વાગ્‍યા સુધી વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વણઝારઃ શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધઃ રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા કાબિલેદાદ આયોજન-વ્‍યવસ્‍થા.11:18 AM IST

બુરાઈને બદલે ભલાઈનો માર્ગ પકડી સમાજને પ્રકાશિત કરીએઃ આચાર્ય દેવવ્રતજી : રાજ્‍યપાલના અધ્‍યક્ષસ્‍થાને મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૧૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયોઃ વિશ્વ વિદ્યાલયમાંથી પ્રાપ્ત વિદ્યાના વિનિયોગથી સમાજને સુખમય અને સરળ બનાવીએઃ ભોગવાદ નહીં પરંતુ આત્‍માથી પરમાત્‍મા તરફનો માર્ગ આપણાં પૌરાણિક જ્ઞાન વારસાએ આપણને ચિંધેલો છેઃ રાજ્‍યપાલ : ભારતનો યુવાન જોબ ટેકર નહીં પરંતુ જોબ ગીવર બનેઃ કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી નિમુબેન બાંભણીયાઃ યુનિવર્સિટીની પદવી એ એક પડાવથી બીજા પડાવ તરફ અગ્રેસર થવાનો અવસર છેઃ કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન તમારાં જે તે કાર્યક્ષેત્રમાં ઉમેરાય તો તેનું જ્ઞાન વાસ્‍તવમાં ચરિતાર્થ થાય છેઃ કુલપતિ ડો.ભરત રામાનુજઃ ૧૦મા પદવીદાન સમારોહમાં ૧૨,૭૦૪ પદવી, ૮૬ ગોલ્‍ડ મેડલ અને ૪૨ પ્રાઈઝ એનાયત 10:51 AM IST