<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુરતના સલાબતપુરામાં રહેતી વૃધ્ધ મહિલા સાથે પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું :ઇરફાન કલીમ ચાંદ શેખની ધરપકડ

માન દરવાજામાં રહેતી વૃધ્ધ મહિલા ઘરમાં હતી એકલી ત્યારે આરોપી રાત્રે 11 વાગ્યે જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો

સુરત શહેરમાં 61 વર્ષીય વૃધ્ધ મહિલા સાથે દુષ્કર્મ કરનાર 38 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. સલાબતપુરામાં રહેતી વૃધ્ધ મહિલા સાથે પડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. માન દરવાજામાં રહેતી વૃધ્ધ મહિલા ઘરમાં હતી એકલી. આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખ રાત્રી 11:00 વાગ્યાના અરસામાં જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો . આરોપીએ વૃધ્ધ મહિલા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.  સલાબતપુરા પોલીસે આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખની ધરપકડ કરી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:42 AM IST)