તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Monday, 21st September 2026
તાપીના કુકરમુંડા પંથકમાં ગણપતિ વિસર્જન દરમિયાન નાચવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકનું મોત: આરોપીની ધરપકડ
મોદલા ગામ નજીક વિસર્જન યાત્રામાં નાચતી વખતે પગનો અંગૂઠો કચડાઈ જતાં થયેલા વિવાદમાં યુવકનું ગળું દબાવી હત્યા કર્યાનો આરોપ લગાવાયો

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ગણપતિ વિસર્જન દરમિયાન નાચવા બાબતે થયેલા ઝઘડામાં 21 વર્ષીય યુવકનું મોત થયું છે. મોદલા ગામ નજીક વિસર્જન યાત્રામાં નાચતી વખતે પગનો અંગૂઠો કચડાઈ જતાં થયેલા વિવાદમાં યુવકનું ગળું દબાવી હત્યા કર્યાનો આરોપ લગાવાયો છે. સમગ્ર મામલે કુકરમુંડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ અંગે મળતી વિગત મુજબ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામે 19 સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન દરમિયાન ગંભીર ઘટના બની હતી. નાચવા નાચવામાં પગનો અંગૂઠામાં ઇજા થતા થયેલ બોલાચાલીમાં 21 વર્ષીય શંકરભાઈ પરશુરામભાઈ વળવી, ની ગળું દબાવી નિર્મમ હત્યા કરાય હતી, ગણપતિ વિસર્જનમાં બેન્ડમાં નાચતી વખતે આરોપી વિશાલ રવિન્દ્રભાઈ પાડવીના કારણે મૃતક શંકરના પગનો અંગૂઠો કચડાઈ જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી વિશાલએ શંકરભાઈના ગળાના ભાગે પકડી ગળું દબાવી દેતાં શંકરનું મોત થયું હોવાનો પોલીસ ફરિયાદમાં પિતા પરશુરામ વડાવીએ ઉલ્લેખ છે.
આ દરમ્યાન શંકરને છોડાવવા વચ્ચે પડેલા સાક્ષી મેહુલભાઈ વળવીને પણ ગળાના ડાબા ભાગે નખ મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કુકરમુંડા પોલીસ એ એક દિવસમાં આરોપી વિશાલ પાડવી ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક મૌવલીપાડા ગામની સીમ વિસ્તારમાં મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
