<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

કલી મકવાણા ગામની સીમમાં ખાડીના પાણીમાં નાહવા પડેલા યુવાનને ખેંચ આવતા ડૂબી ગયો

ખાડીના પાણીમાં પડી જતા ખાડીના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના કલી મકવાણાની ખાડીના પાણીમાં યુવક ડૂબી જતા મોત થયું હતું.

     પ્રાપ્ત માહિતી અનુસાર કલી મકવાણા ગામની સીમમાં ખાડીના પાણીમાં મરનાર કલ્પેશભાઇ કનુભાઇ વસાવા( ઉ.વ.આ.૩૬ )(રહે. વડીવાવ નિશાળ ફળીયું તા.ચીકદા જિ .નર્મદા ) નાઓ આજથી આશરે બે-ત્રણ વર્ષથી ખેંચ (મીરગીની) બીમારીથી પીડાતા હોય જેના કારણે કલ્પેશભાઇ કલી મકવાણા ગામની સીમમાં ખાડીના પાણીમાં નહાવા સારૂ જતા કલ્પેશભાઇનાઓને એકદમ ખેંચ (મીરગી) આવી જતા ખાડીના પાણીમાં પડી જતા ખાડીના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું થતા રાજપીપળા પોલીસે નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

(10:54 PM IST)