<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રાજપીપલા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

ધારાસભ્ય ચૈતર વસાવાએ નગરપાલિકાના ઉમેદવારોમાં શક્ય એટલા શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપલા નગરપાલિકા ની બે બેઠક બિનહરીફ થતા બાકી ની 26 બેઠકો માટેનો પ્રચાર અંતિમ તબક્કા માં છે ત્યારે મતદારો પણ વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારોથી પરિચિત થઇ રહ્યા છે ત્યારે સૌનું ધ્યાન ખેંચે તેમ આમ આદમી પાર્ટીએ નગરપાલિકા માટે શિક્ષિત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આમ આદમી પાર્ટીના મુખ્ય એવા ઈમ્તિયાઝઅલી કાદરીના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ નગરપાલિકાના ઉમેદવારોમાં શક્ય એટલા શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી છે .જેમાં વોર્ડ-1 માં નંદિની બેન કુલદીપ કાછીયા M.Sc. B.ed. છે. તો વોર્ડ-2 માં અર્જુનભાઈ માછી M.A. B.ed છે. જ્યારે અલ્કેશ કટારીયા M sc Bed છે . જયારે વોર્ડ-3 માં ગોપાલભાઈ માછી નિવૃત ફોરેસ્ટર છે . તો વોર્ડ-4 માં મુકેશ બ્રહ્મભટ્ટ નગરપાલિકા ના નિવૃત સેનેટરી ઇન્સ્પેકટર છે તો આ વોર્ડમાં મુસ્લિમ મહિલા ઉમેદવાર ગુલબાસશેખ ગ્રેજ્યુટ છે . અને પરવેઝ કાદરી પણ ગ્રેજ્યુએટ છે . આ ઉપરાંત વોર્ડ -5 માં રાજેશ માલી એડવોકેટ છે .તો વોર્ડ-6 માં ગજેન્દ્રસિંહ ગોહિલ નિવૃત આચાર્ય છે અને આજ વોર્ડમાં માણેક વસાવા. નિવૃત કાર્યપાલક ઈજનેર છે. આમ સૌ પ્રથમવાર નગરપલિકા ચૂંટણી લડતા આમ આદમી પાર્ટી એ પણ શિક્ષિત ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે ત્યારે મતદારો કેવો અને કેટલો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું .

(10:16 PM IST)