News of Tuesday, 27th October 2026
ગાંધીનગરના કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરના કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
અચાનક ઢોર સામે આવી જતાં સિલિન્ડર ભરેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો:ટ્રકની પાછળ આવતી અન્ય બે કાર પણ અકસ્માતનો ભોગ બની

ગાંધીનગર જિલ્લાના કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરના કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક ઢોર સામે આવી જતાં સિલિન્ડર ભરેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન ટ્રકની પાછળ આવી રહેલી અન્ય બે કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતની ગંભીરતા એ હતી કે એક કાર ડિવાઇડર કૂદીને સામેની બાજુના રોડ પર પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી
ઘટનાને પગલે ફરી એકવાર રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા અને વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગો અને બ્રિજ પર રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
