<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સાપુતારા ઘાટમાં બે કાર વચ્ચે અકસ્માત: સદનસીબે 10 મુસાફરોનો આબાદ બચાવ

નાશિકથી ગિરનાર તરફ જઈ રહેલી ટાટા સફારી કારના ચાલકે ગતિ સાથે ઘાટ ઉતારતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યોઅને સામેથી આવતી અન્ય એક કાર સાથે જોરદાર ટક્કર મારી

ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારા ઘાટ માર્ગ પર આવેલા અકસ્માત ઝોન ગણાતા તીવ્ર વળાંક પર બે કાર વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, નાશિકથી ગિરનાર તરફ જઈ રહેલી ટાટા સફારી કારના ચાલકે વધુ પડતી ગતિ સાથે ઘાટ ઉતારતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલી અન્ય એક કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં જ 112 જનરક્ષક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે આ ગમખ્વાર ટક્કરમાં બંને કારમાં સવાર અંદાજે 10 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સાપુતારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:52 AM IST)