તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
તાપીના વાલોડના દાદરિયા ગામે કોપર સુગર ફેક્ટરીમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનામાં બે કામદારોનાં મોત
મોડી રાત્રે ટાંકીના કાટમાળમાંથી લાપતા બંને કામદારોના મૃતદેહ મળ્યા :મૃતકોમાં એક દાદરિયા અને બીજા કલકવા ગામના રહેવાસી

તાપીના વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલી કોપર સુગર ફેક્ટરીમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનામાં બે કામદારોનાં મોત નીપજ્યાં છે. મોડી રાત્રે ટાંકીના કાટમાળમાંથી લાપતા બંને કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં એક દાદરિયા અને બીજા કલકવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ ટાંકી જર્જરીત હાલતમાં હતી. કામદારોનાં મોતને લઈને સ્થાનિકોએ ફેક્ટરી માલિક સામે પણ આક્ષેપો કર્યા છે. ઘટનાને પગલે ફેક્ટરીની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી અંગે સવાલો ઊભા થયા છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
