તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Tuesday, 21st April 2026
ACBના ડેટા મુજબ સૌથી વધુ ડ્રાઈવર- પટાવાળા જ સાહેબ વતી લાંચ લેતા પકડાતા હોય છે
ભાવનગરમાં IAS વતી ડ્રાઈવરના રૂ.૧૦ લાખના ‘વહીવટ' પછી નિર્ણય સરકારી ડ્રાઈવર-પટાવાળાની ઓળખ માટે ૨૮ વર્ષે કલર બદલાયો

અમદાવાદ,તા.૨૧: સરકારી કચેરીઓમાં કાર્યરત અધિકારીઓના ડ્રાઈવર અને પટાવાળાઓની ઓળખ સરળતાથી થઈ શકે તે ઉદ્દેશ્યથી રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- ઞ્ખ્ઝએ ૨૮ વર્ષે તેમના ગણવેશનો કલર બદલવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માર્ચ- ૧૯૯૮ના ઠરાવ મુજબ પટાવાળા- ડ્રાઈવર સંવર્ગના કર્મચારી માટે સ્ટીલ-મે કલરના પેન્ટ અને લાઈટ સે રંગનો શર્ટ એ ડ્રેસ કોર્ડ હતો પરંતુ, હવે આ ગણવેશ સામાન્ય થઈ રહ્યો છે આથી, દરેક કચેરીમાં આઉટસોર્સિગ સહિતના ડ્રાઈવર પટાવાળા માટે થાટ્ટા બદામી કલરનું પેન્ટ અને આછા બદામી કલરનો શર્ટ નક્કી કરાયો છે. જેનો ચૂસ્તપણે અમલ કરવા સોમવારે આદેશ થયો છે.
રાજ્યમાં નાગરિક સેવાઓમાં ૭માં પગારપંચ મુજબ ઊંચો પગાર, અઢળક સુવિધા છતાંયે અધિકારીઓ વતી તેમના સૌથી વધુ ડ્રાઈવર, પટાવાળાઓ લાંચ લેતા પકડાય છે. ભાવનગરમાં પ્રોબેશનરી ત્ખ્લ્ વતી તાજેતરમાં જ ડ્રાઈવરે રૂ.૧૦ લાખની લાંચ લીધાનો વિડીયો વાઈરલ થયો હતો.
ત્રણ મહિનામાં ચાર મોટા કિસ્સા
કિસ્સો ૧: માર્ચ મહિનામાં ભાવનગરમાં પ્રોબેશનરી ત્ખ્લ્ કે જેઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ- લ્ઝપ્ તરીકે કાર્યરત હતા ત્યારે તેમના ડ્રાઈવર અશાત ધારા હેઠળની મિલક્ત ટ્રાન્સફરના કેસમાં ૧૪ લાખ માંગીને રૂ.૧૦ લાખની લાંચ લેતા કેમેરામાં ઝડપાયો હતો.
કિસ્સો ૨: ચાલુ મહિને એપ્રિલમાં સુરેન્દ્રનગરના લખતર મામલતદાર કચેરીનો એક આઉટસોર્સિગનો પટાવાળો નાયબ મામલતદારની ખેતીની જમીનમાં રેકોર્ડ પ્રમામિત કરવા રૂ.૨૦,૦૦૦ની લાંચ લેતા લાંચ રૂશ્વત બ્યુરો-ખ્ઘ્ગ્એ જ રંગેહાથે ઝડપી લીધો છે.
કિસ્સો ૩: ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ત્રણ દિવસ પહેલા જમીન ફાળવણીના નાયબ મામલતદારનો નિવૃત પટાવાળો પ્રોપર્ટીકાર્ડ કાઢવાના જેવા સાવ સામાન્ય કામમાં રૂપિયા સાડા ચાર લાખની લાંચ લેતા ખ્ઘ્ગ્એ પકડયો છે. આ કામમાં રૂ.૯.૫૦ લાખ માંગ્યા હતા.
કિસ્સો ૪: રાજકોટ ઈન્કમટેક્સ ઓફિસમાં જાન્યુઆરીમાંથી પટાવાળાને ખ્ઘ્ગ્એ રૂ.૪૫,૦૦૦ની લાંચ લેતા પકડયો હતો. આ કેસમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરની સંડોવણી હતી. અધિકાશ કિસ્સાઓમાં અધિકારીઓ વતી ડ્રાઈવર અને પટાવળા વહિવટદાર હોય છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
