<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

છોટાઉદેપુરના સંખેડા પોલીસ મથકમાંથી મારામારીના ગુનામાં ઝડપાયેલો આરોપી ફરાર થઈ જતા ચકચાર

ફિંગરપ્રિન્ટ લેવાની કાર્યવાહી દરમિયાન રાકેશ તડવી નામનો આરોપી પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો

છોટાઉદેપુરના સંખેડા પોલીસ મથકમાંથી મારામારીના ગુનામાં ઝડપાયેલો આરોપી ફરાર થઈ જતા ચકચાર મચી છે. ફિંગરપ્રિન્ટ લેવાની કાર્યવાહી દરમિયાન રાકેશ તડવી નામનો આરોપી મોડી સાંજે પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો હતો. આરોપી ફરાર થતા સંખેડા પોલીસ અને LCBની ટીમો એક્શનમાં આવી હતી અને તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા સંભવિત સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, પોલીસ મથકમાંથી ફરાર થયેલા આરોપી સામે સંખેડા પોલીસે વધુ એક ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(6:11 PM IST)