News of Friday, 29th May 2026
કચ્છના મુન્દ્રા પોર્ટના ૧૧૫૦ કરોડના ચકચારી કોકેઈન કેસના આરોપીઓ રિમાન્ડ ઉપર
બ્રાઝીલથી લવાયેલું ડ્રગ્સ કચ્છથી દિલ્હી કેવી રીતે પહોંચવાનું હતું? વાયા ગુજરાત થઈને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર એટીએસની સતર્કતાથી નિષ્ફળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃતા.૨૯: કચ્છના મુન્દ્રા પોર્ટ નજીક દરિયામાં એમ.વી. યુરોપ જહાજમાંથી ઝડપાયેલ ૧૧૫૦ કરોડના કોકેઇનના વિક્રમી જથ્થાએ સમગ્ર દેશમાં ખળભળાટ સર્જ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજી પોલીસની મદદથી હાથ ધરાયેલ સફળ ઓપરેશનની સતર્કતાના કારણે વાયા ગુજરાત થઈને દેશમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ બન્યું છે. દરમ્યાન જહાજ દ્વારા ૧૫૮ કીલો કોકેઈન ડ્રગ્સનો જથ્થો લાવનાર જુમા નાસિર ઉમરને મુન્દ્રા કોર્ટમાં રજૂ કરાતાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. જ્યારે તેની ડિલીવરી દિલ્હીમાં લેવાવાળા કેલ્વિન ચૂકવુંમાં અને બ્યારુહંગા જેમ્સના મુન્દ્રા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એમવી યુરોપ જહાજ વિવિધ દેશોમાંથી થઈ કરાંચી પાકિસ્તાનથી મુન્દ્રા ત્યાંથી મુંબઈ થઈને દુબઈ જવાનું હતું. રિમાન્ડ દરમ્યાન ૧૫૮ પેકેટ ડ્રગ્સ કઈ રીતે દિલ્હી પહોંચવાનું હતું અને દિલ્હીથી દેશભરમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કની તપાસ એજન્સીઓના ફોકસ ઉપર રહેશે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
