<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સુરતમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી વરાછા પોલીસના હાથે ઝડપાયો

આરોપીએ અગાઉ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં 'વૈદી આર્ટ' નામે એક આકર્ષક શોરૂમ શરૂ કરીને આ પ્રકારે છેતરપિંડીનું આ કૌભાંડ આચર્યું હતું

સુરત શહેરમાં વિશ્વાસઘાત અને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસ પકડથી દૂર નાસતો ફરતો આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડીને આરોપી હર્ષદભાઈ બટુકભાઈ ભીંગરાડીયાને ઝડપી પાડ્યો છે

  પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીએ અગાઉ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં 'વૈદી આર્ટ' નામે એક આકર્ષક શોરૂમ શરૂ કરીને આ પ્રકારે છેતરપિંડીનું આ કૌભાંડ આચર્યું હતું, જેને લઈને પોલીસે તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

(12:50 AM IST)