<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

વડોદરામાં 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરી હત્યા કરનાર આરોપીએ પોલીસની ઝુંટવી રિવોલ્વર:ખુદ આરોપી જ થયો ઈજાગ્રસ્ત

સીમડી ગામ નજીક આરોપીએ ચાલતી ગાડીમાં પોલીસકર્મીની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લીધી હતી અને કસ્ટડીમાંથી ભાગવાનો ફિલ્મી પ્રયાસ કર્યો

વડોદરાના શિનોર તાલુકામાં મંગળવારની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. 5 વર્ષની માસૂમ બાળકીની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી અજય લક્ષ્મણસિંહ રાઠોડિયાને પોલીસ જ્યારે સેગવા થી શિનોર લઈ જઈ રહી હતી, ત્યારે સીમડી ગામ નજીક આરોપીએ ચાલતી ગાડીમાં પોલીસકર્મીની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લીધી હતી અને કસ્ટડીમાંથી ભાગવાનો ફિલ્મી પ્રયાસ કર્યો હતો.

 

 

રિવોલ્વર હાથમાં આવતા જ આરોપીએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી ગાડીના કાચને વાગી હતી. જોકે, પોલીસકર્મીઓએ ભારે બહાદુરી બતાવી આરોપીને પકડવા ઝપાઝપી કરી હતી, જેમાં બીજી ગોળી મિસફાયર થઈને ખુદ આરોપી અજયના જ ડાબા પગમાં વાગી ગઈ હતી. પોલીસે તાત્કાલિક સતર્કતા દાખવીને ઘાયલ આરોપીને કાબૂમાં લીધો હતો.

 

 

લોહીલુહાણ થયેલા આરોપીને 108 એમ્બ્યુલન્સ મારફતે મોટા ફોફળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. આ સનસનાટીભર્યા બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા (SP) અને ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી તપાસ તેજ કરી હતી.

 

 

ઉલ્લેખનીય છે કે આરોપી અજય રાઠોડિયા પર પાંચ દિવસ અગાઉ સતીષાણા ગામની બાળકીની ઘાતકી હત્યાનો આરોપ છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ હવે પોલીસ કસ્ટડીમાં થયેલા આ ફાયરિંગ કાંડે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાએ આરોપીઓના પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે, જે અંગે પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી

(11:26 PM IST)