<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

મહેસાણા ભાજપની પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સામે કાર્યવાહી:વડનગર, કડી, વિજાપુર અને વિસનગર પંથકના 6 આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ

અપક્ષ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા તેમજ બળવાખોરોને મદદ કરવા બદલ કાર્યવાહી: જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે જાહેર કર્યા સસ્પેન્શન ઓર્ડર

મહેસાણા ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સામે મોટી કાર્યવાહી કરી છે. વડનગર, કડી, વિજાપુર અને વિસનગર પંથકના 6 આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ આકરો નિર્ણય લેવાયો છે.જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર સહિતના નેતાઓ 6 વર્ષ માટે સસ્પેન્ડ. કરાયા છે.અપક્ષ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા તેમજ બળવાખોરોને મદદ કરવા બદલ કાર્યવાહી કરાઈ છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે સસ્પેન્શન ઓર્ડર જાહેર કર્યા છે, વડનગર, કડી, વિજાપુર અને વિસનગર પંથકના સભ્યો સામે કડક પગલાં લેવાયા છે .

 

(9:21 PM IST)