News of Saturday, 1st August 2026
અદાણી સીએનજી દ્વારા ગેસના દરોમાં સીધો ૪ રૂપિયાનો વધારો
નવા વધારા બાદ હવે સીએનજીનો નવો ભાવ ૯૪.૦૨ રૂપિયા પર પહોંચી ગયો : મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશેઃ ભાવ વધારાથી સીએનજી વાહનચાલકો અને રિક્ષાચાલકોમાં ભારે નારાજગી

અમદાવાદ,તા.૧: અદાણી સીએનજી કંપની દ્વારા સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ૪ રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે જૂનો ભાવ ૯૦.૦૨ રૂપિયાથી વધીને નવો ભાવ ૯૪.૦૨ રૂપિયા થયો છે. અચાનક થયેલા આ ભાવ વધારાથી સીએનજી વાહનચાલકો અને રિક્ષાચાલકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. સામાન્ય જનતા અને વાહનચાલકો માટે વધુ એક મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. અદાણી સીએનજી કંપની દ્વારા સીએનજી ગેસ (CNG Gas) ના ભાવમાં તગડો વધારો ઝીંકવામાં આવ્યો છે. અચાનક કરવામાં આવેલા આ ભાવ વધારાના કારણે દૈનિક ધોરણે વાહન ચલાવતા સામાન્ય નાગરિકો અને ખાસ કરીને રિક્ષાચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.
મળતી વિગતો અનુસાર, અદાણી સીએનજી દ્વારા ગેસના દરોમાં સીધો ૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે સીએનજીનો નવો ભાવ ૯૪.૦૨ રૂપિયા પર પહોંચી ગયો છે, જે પહેલાં જૂનો ભાવ (Old Price) ૯૦.૦૨ રૂપિયા હતો. અચાનક લેવાયેલા આ નિર્ણયથી પેટ્રોલ પંપ પર પહોંચતા વાહનચાલકોમાં ભારે આヘર્ય અને આક્રોશ જોવા મળ્યો હતો.
ફરી એકવાર અદાણી સીએનજીમાં ભાવ વધતા સીએનજી વાહનો (CNG Vehicles) ચલાવતા લોકો અને ઓટો રિક્ષા ચાલકો માં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે, રોજના કમાઈને ખાતા શ્રમિક વર્ગ માટે ગેસના ભાવમાં આ પ્રકારે થતો સતત વધારો તેમના બજેટને ખોરવી નાખે છે.
મોંઘવારીના આ સમયમાં ઈંધણના ભાવ વધવાથી તેમની દૈનિક આવક પર સીધી નકારાત્મક અસર પડી રહી છે. સ્થાનિક વાહનચાલકોનું માનવું છે કે, સીએનજી ગેસને પર્યાવરણ અને ખિસ્સા બંને માટે અનુકૂળ માનવામાં આવતો હતો, પરંતુ સતત વધી રહેલા ભાવના કારણે હવે તે પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે.
આ ભાવવધારાની અસર માત્ર વ્યક્તિગત વાહનચાલકો સુધી સીમિત નહીં રહે, પરંતુ માલસામાનની હેરફેર કરતા નાના કોમર્શિયલ વાહનો પર પણ પડશે. ગેસના ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધશે, જેની સીધી અસર આડકતરી રીતે દૈનિક વપરાશની ચીજવસ્તુઓ પર પડી શકે છે.(૪૦
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
