News of Monday, 13th July 2026
વિરમગામમાં સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળ્યાનો વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું
વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્રએ નર્સ, મેડિકલ ઓફિસર, સિક્યુરિટી સહિતના જવાબદાર કર્મચારીઓને નોટિસ ફટકારી

અમદાવાદના વિરમગામમાં પણ સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળ્યાનો વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વીડિયોમાં દર્દીને સમયસર સારવાર ન મળતા પરિવારજનોએ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્રએ નર્સ, મેડિકલ ઓફિસર, સિક્યુરિટી સહિતના જવાબદાર કર્મચારીઓને નોટિસ ફટકારી છે. સાથે જ રાત્રિ શિફ્ટમાં વધારાનો સ્ટાફ મૂકવા અને દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
