<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ભરૂચના જંબુસર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની શાનદાર પધરામણી:સર્વત્ર ખુશીનો માહોલ

પંથકમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળઝાળ ગરમી વચ્ચે જોરદાર વરસાદી ઝાપટાં તૂટી પડ્યા

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની શાનદાર પધરામણી થતાં સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે જોરદાર વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા. આ અણધાર્યા વરસાદના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં એકાએક ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને અસહ્ય ગરમી અને બફારાના ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ, મેઘમહેર થતાં જ ખરીફ પાકને નવું જીવનદાન મળવાની આશાએ જગતનો તાત એવો સ્થાનિક ખેડૂત આલમ ભારે હર્ષ અને ખુશીની લાગણી અનુભવી રહ્યો છે.

(6:13 PM IST)