તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૭ રવિવાર
News of Sunday, 15th November 2026
અદાણી બાદ હવે ગુજરાત એનર્જીનો વાહનચાલકોને મોટો ઝટકો : CNG ના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો : આજ મધરાતથી નવા દરો થશે લાગુ
પ્રતિ કિલો ૮૮.૭૬ રૂપિયાનો જૂનો ભાવ વધીને સીધો ૯૩.૭૬ રૂપિયા પર પહોંચ્યો : મોંઘવારીના માહોલમાં સામાન્ય જનતા અને રિક્ષાચાલકોના ખિસ્સા પર પડશે વધુ આર્થિક ભાર : અન્ય કંપનીઓ પણ ભાવ વધારે તેવી શક્યતા

અમદાવાદ: મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવવધારા બાદ હવે ગુજરાત એનર્જી દ્વારા પણ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો ૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવવધારાના પગલે રાજ્યના લાખો વાહનચાલકોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે. ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા દરો આજ મધરાતથી જ સમગ્ર રાજ્યમાં અમલી બની જશે.
પ્રતિ કિલો ભાવ ૯૩ રૂપિયાને પાર પહોંચ્યો:
ગુજરાત એનર્જી દ્વારા જાહેર કરાયેલા નવા ભાવપત્રક મુજબ સીએનજી ગેસનો અગાઉનો જૂનો ભાવ પ્રતિ કિલો ૮૮.૭૬ રૂપિયા હતો, જેમાં સીધો ૫.૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે ગ્રાહકોએ પ્રતિ કિલો ૯૩.૭૬ રૂપિયા ચૂકવવા પડશે. આજ રાતથી જ તમામ પંપ પર વાહનચાલકોએ મોંઘા ભાવે ગેસ પુરાવવો પડશે.
અન્ય ગેસ કંપનીઓ પણ ભાવ વધારે તેવી પ્રબળ શક્યતા:
અગાઉ અદાણી સીએનજીના ભાવમાં વધારો નોંધાયા બાદ હવે ગુજરાત એનર્જીએ પણ કિંમતોમાં વધારો કરી દીધો છે. આ બંને મોટી કંપનીઓના નિર્ણય બાદ હવે બજારમાં અન્ય ગેસ વિતરક કંપનીઓ પણ આગામી દિવસોમાં સીએનજીના ભાવમાં ફેરફાર કરે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને રિક્ષાચાલકો અને રોજિંદા અપડાઉન કરતા મધ્યમ વર્ગના વાહનચાલકોનું માસિક બજેટ આ ભાવવધારાને કારણે સંપૂર્ણપણે ખોરવાઈ જશે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
