<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

નર્મદા જિલ્લામાં જી.પં અને તા.પં ભાજપની હાર બાદ મનોમંથન મિટિંગમાં ભાજપના જ બે ભાગલા પડ્યા હોય તેવા દ્રષ્યો સર્જાયા

રાજપીપલા APMC ખાતે જિલ્લાના ભાજપ સંગઠન અને સાંસદ ધારાસભ્યએ મિટિંગ બોલાવી:તમે કામ કરવામાં સક્ષમ ના હોવ અને ચૈતર એન્ડ કમ્પનીને કાઉન્ટર કરવામાં સક્ષમ ના હોવ તો પદ છોડી દો તેવા પ્રહાર સાંસદે કર્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપલા APMC ખાતે જિલ્લાના ભાજપ સંગઠન અને સાંસદ ધારાસભ્યએ મિટિંગ બોલાવી હતી જેમા મનોમંથનમાં જિલ્લા ભાજપ પ્રમુખની બાદબાકી કરાઇ હતી, સાંસદ મનસુખભાઈ  વસાવાની સ્પીચનો વીડીઓ વાયરલ થતાં ભૂકંપની સ્થિતિ જોવા મળી હતી.

સાંસદ મનસુખભાઈ  વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવ અને ત્રણેય એ મહામંત્રી સાથે પ્રભારી અર્જુનભાઈ ચૌધરી પર રોષ ઠાલવ્યો
હતો અને કહ્યું હતું કે... એક પણ દિવસ એવો નથી કે જિલ્લામાં પ્રમુખ, મહામંત્રી કે પ્રભારી અર્જુનભાઈ ચૌધરી ........ આ હોદ્દો જુઓ ભાઈ પ્રભારી.....આ અર્જુન ચૌધરી એટલે કઠપૂતળી ..કહે એટલું કામ કરવા વાળો...જિલ્લા પ્રમુખ નીલ રાવ કહે એટલું કામ કરે.પ્રભારીએ લોકો ને મોકલવાના હોય કે આસિત પર જાવ પણ આપડા ઉમેદવારો ને જીતાડવા માટે આ જિલ્લા પ્રમુખ નિલભાઈ રાવ બહાર નીકળા છે કોઈ દિવસ ? કે કોઈ સભા કરી છે, જિલ્લામાં ત્રણ મહા મઁત્રી છે બોલો કયો શબ્દ વાપરીએ સવારમાં નવ વાગ્યે ઉઠે અને ઉઠી ને એસી ચેમ્બર માં જતું રહેવાનું ફોન પર બધું સ્પીકિંગ કાર્ય કરવાનું..કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો અમને તો પૂછો... આ ગુંડા લોકો ધૃતરાષ્ટ એન્ડ કમ્પની ની સામે કોણ લડે છે એ તો જુઓ.આ બધા કારણો છે એમાંથી આપડે બહાર નીકળવું પડશે ..લોકો આઠ વાગ્યાના ઉઠી જાય ત્યારે આ નવ વાગે બહાર આવે તમે નેતા છો લોકોના પ્રશ્નો સાંભળવા પડે ..નવ નવ વાગ્યા સુધી તમે ઊંઘ્યાં કરો પછી એ ભોલો હોય કે નીલ હોય (ભોલો -ડેડીયાપાડા નૂ મહામન્ત્રી -હિતેશ વસાવા ).બંધ કરો આ બધું દસ દસ વાગ્યા સુધી તમે નિંદ્રામાંથી ઉભા ના થાવ ..મોદી સાહેબ ચાર વાગ્યા ના કામ કરે છે.નવ વાગ્યે દસ વાગ્યે ઉઠે એ રાક્ષસી વૃત્તિ નો માણસ કહેવાય .આતો બે નામ કીધા પછી એ નીલ હોય કે ભોલો હોય.પ્રમુખ એસી હોલ માં બેસી રહે મહામંત્રી એસી હોલ માં બેસી રહે તો કઈ રીતે તાલુકો અને જિલ્લો જીતાય ભાઈ ...સામે કેટલાય ગુનાહિત કૃત્યો વાળા ને ટિકિટ આપી હતી તેમના ગુનાહો લઈને બૂથ પર ગયા હોય તો પણ સારુ થાત .અરે વિકાસ ના કામો લઈને જાવ પણ આતો ચૈતર સાથે કઈ સાંઠ ગાંઠ છે એવું લાગે છે .કમલમ પર કાર્યક્રમ હતો ત્યારે મેં સંબોધન કર્યું ,બેને સંબોધન કર્યું અને આ અર્જુનભાઈ બુઠી તલવાર વાળા પ્રભારી એ સંબોધન કર્યું...જે અનુભવ થયો હોય તે કહું આ બુઠી તલવાર વાળા પ્રભારીનું નામ કઈ રીતે અર્જુન પડ્યું ..તેમને સંબોધન કર્યું પછી નિલભાઈ ઉભા થયા ..જેને પણ નાની મોટી તકલીફ હોય તે મને ફોન કરજો,અડધીરાતે ફોન કરજો અલા કોઈ ઉમેદવાર તને થોડો ફોન કરે.આપડે તેમની વ્યવસ્થા કરીજ દેવાની હોય મેં અર્જુનભાઈ ને કીધું કે આપડે વ્યવસ્થા કરવાની આપડી પાસે પૈસા ના આવ્યા હોય તો જુના પ્રમુખ ઘનશ્યામદેસાઈ કે જાડેજા જે કામ કરતાં હતાં તે વ્યવસ્થા કરતા હતા તેવી કરવાની સામે વાળા પ્રચારમાં તૂટી પડ્યા છે અને આપડુ ઉમેદવાર પૈસાને કારણે નથી નીકળતુ તો ગમે તે વ્યવસ્થા કરી ને એને પૈસા આપો, બે આદિવાસી બહેનો નોન આદિવાસીને પરણી ગઈ અને એની સાથે જિલ્લા પ્રમુખ ને પણ જોડી દીધો, તમે જાતી અંગે ના ખોટા પ્રમાણપત્ર માટે લડો છો અને આને પ્રોત્સાહન આપો છો . કઈ સીટ પર ભીલ સમાજ ચાલે કે કઈ સીટ પર નાના તડવી ચાલે કે મોટા તડવી ચાલે એને કઈ ખબરજ નથી મેં એને કીધું કે આ સીટ પર આ ચાલે આ સીટ પર આ ચાલે પણ કઈ ધ્યાનેજ ના લીધું . સામા પક્ષે સોસીઅલ મીડિયા પર સઁઘઠન નું અપમાન સાંસદ નું અપમાન પણ જિલ્લાના હોદેદારોએ એ કાઉન્ટર નથી કર્યું.આ મહામંત્રી ભોળાભાઈ ઘરની બહાર નથી નીકળ્યા એસી ની બહાર નથી નીકળ્યા આ નીલ એન્ડ કમ્પની ના ભરોસે રહીએ તો વિધાનસભા પણ જાય પણ આપડે એના ભરોસે નથી રહેવાનું મહેનત કરવાની છે જુના મિત્રો કામે લાગી જાવ એમને મેસેજ આપો કે તમે કામ કરવામાં સક્ષમ ના હોવ તો નીકળીય જાવ અમારી પાસે સક્ષમ ટિમ છે પ્રદેશ માં કીધું કે આ લોકો નિષ્ફળ છે. એમને ટિકિટ આપવાનીજ ખબર નથી એટલે આવુજ પરિણામ હોય પ્રદેશમાં પણ કહેવું પડે તમે કામ કરવામાં સક્ષમ ના હોવ અને ચૈતર એન્ડ કમ્પનીને કાઉન્ટર કરવામાં સક્ષમ ના હોવ તો પદ છોડી દો .નીલ માં તાકાત ના હોય સામે લડવાની તો પદ છોડી દો .આપડે આવનાર સમય માં વિધાનસભા જીતવી છે અને આ લોકોના ભરોસે નથી રહેવાનું .નહીતો આવીજ સ્થિતિ થશે.નીલ ને કેટલીવાર મેં કીધું છે કે જિલ્લાના બુટલેગરો અને દારૂ જુગાર ના અડ્ડાવાળાઓ એ આપડી વિરુદ્ધ બેફામ કામ કર્યું છે .તપાસ કરો ..આપડા લોકો એ નીલ એન્ડ કમ્પનીએ સંજય ને બચવા કે વર્ષના ભાષાણ નો કોઈ જવાબ નથી આપ્યો મારુ સોસીઅલ મીડિયા પણ નીલ રાવે બન્ધ કરી દીધું ..એની માનસિકતા તો જુઓ ..સંજય હાર્યો નથી એને હરાવવામાં આવ્યો છે .એસી માંથી બહાર જ નથી નીકળ્યા સંજય ને જીતાડવા બહાર નીકળવાનું હતું તમે એસી માંથી નીકળતા નથી તમને જીતાડવા કોણ બહાર નીકળશે .તેવા આમ નર્મદા માં હાર બાદ આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો

(11:16 PM IST)