News of Tuesday, 6th October 2026
મહેસૂલી કર્મચારીઓના આંદોલન વચ્ચે અમદાવાદ કલેક્ટરની કડક કાર્યવાહી:કર્મચારી મહામંડળના મહામંત્રી સહિત હોદ્દેદારોની બદલી
મહેસૂલી કર્મચારી મંડળે મુખ્યમંત્રીને બદલી પરત ખેંચવા લખ્યો પત્ર. બદલી પરત નહીં ખેંચાય તો મહેસૂલી કર્મચારીઓની 7 ઓક્ટોબરથી આક્રમક હડતાળની ચીમકી.

અમદાવાદ :મહેસૂલી કર્મચારીઓના આંદોલન વચ્ચે અમદાવાદ કલેક્ટરએ કડક કાર્યવાહી કરી છે.. મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી સહિત હોદ્દેદારોની બદલી કરી નાખી છે . અમદાવાદ કલેક્ટરે મહામંત્રી કૌશિક સોલંકીની હેડક્વાર્ટરથી ધંધુકામાં બદલી કરી છે, દરમિયાન દ્વેષભાવ રાખી આંદોલનને તોડવા બદલી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેસૂલી કર્મચારી મંડળે મુખ્યમંત્રીને બદલી પરત ખેંચવા પત્ર લખ્યો છે, બદલીનો હુકમ પરત નહીં ખેંચાય તો મહેસૂલી કર્મચારીઓની 7 ઓક્ટોબરથી આક્રમક હડતાળની ચીમકી આપી છે માસ સીએલ દેખાવોના મહામંત્રી અને હોદ્દેદારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બદલીઓ આંદોલનમાં ઘી હોમવાનું કામ કરશે એવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
