<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અમદાવાદ: અસારવામાં મતદાન મથકે કોંગ્રેસના મહિલા ઉમેદવાર સાથે ધક્કામુક્કી: હોમગાર્ડના વર્તનથી આક્રોશ

ગેરવર્તણૂક મામલે કોંગ્રેસના ઉમેદવારોએ એકઠા થઈને સ્થળ પર હાજર ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને લેખિત અને મૌખિક ફરિયાદ કરી તત્કાલ પગલાં લેવાની માંગ કરી

 અમદાવાદ: લોકશાહીના પર્વ દરમિયાન અમદાવાદના અસારવા વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. અસારવાના કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાકુવર સિસોદિયા સાથે મતદાન મથકે સુરક્ષાકર્મી દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના ગુલબર્ગ સોસાયટીની સામે આવેલી સરકારી શાળામાં બની હતી, જ્યાં ફરજ પરના એક હોમગાર્ડ જવાન દ્વારા મહિલા ઉમેદવારને ધક્કો મારવામાં આવતા ભારે હોબાળો થયો હતો. આ ગેરવર્તણૂક મામલે કોંગ્રેસના ઉમેદવારોએ એકઠા થઈને સ્થળ પર હાજર ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને લેખિત અને મૌખિક ફરિયાદ કરી તત્કાલ પગલાં લેવાની માંગ કરી છે.

(6:09 PM IST)