<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

બિહારમાં ગળું કાપી ક્રૂર હત્‍યા કરનાર વોન્‍ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે શોધી કાઢયો

ચૂંટણીઓ પહેલા ગુજરાત કે ગુજરાત બહારના ફરાર આરોપીઓ જેલમાં ધકેલી દેવા પોલીસ કમિશ્રર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકના મિશન અંતર્ગત જોઇન્‍ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં કાર્યવાહી : ડીસીપી અજિત રાજિયાણના નેતળત્‍વમા ક્રાઈમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન. આર. બ્રહ્મભટ્ટ ટીમ સફળતાના વિક્રમો સર્જી રહી છે

રાજકોટ, તા., ૨૩ :  ચૂંટણીઓ પહેલા અમદાવાદમાં ગુજરાતના કે ગુજરાત બહારના ખૂંખાર વોન્‍ટેડ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવના BSF બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશ્રર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકના સીધા નેતળત્‍વ હેઠળના અભિયાન કે જે ક્રાઇમ બ્રાન્‍ચ જોઇન્‍ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ચાલે છે, તે મિશનમાં ડીસીપી અજિત રાજિયાણના નેતળત્‍વ હેઠળની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન આર બ્રહ્મ ભટ્ટ તથા સ્‍ટાફને ફરી એક મોટી સફળતા મળી છે.

ક્રાઈમ બ્રાન્‍ચ, અમદાવાદ શહેર દ્વારા પોલીસ સ્‍ટેશન બારૂન, જિલ્લો ઔરંગાબાદ (બિહાર) ખાતે નોંધાયેલા ગંભીર હત્‍યા કેસ (FIR  નં.૫૧૩૭૦૦૮૨૬૦૦૦૧         તા. ૦૧/૦૧/૨૦૨૬)માં સંડોવાયેલા ફરાર આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્‍યો છે. આ ગુનો ભારતીય ન્‍યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની કલમ ૧૦૩ (૧), ૬૧ અને ૩(૫) હેઠળ નોંધાયેલ છે.

આરોપી નજરે આલમ, પિતા મોહમ્‍મદ નજબુલ, ઉંમર ૨૬ વર્ષ, દિલીપ કુમાર સિંહની નિર્દયી હત્‍યા કેસમાં વોન્‍ટેડ હતો. ફરીયાદ મુજબ, મળતકને રાત્રે મોબાઈલ પર ફોન કોલ મળ્‍યા બાદ તે પોતાના ઘરે થી બહાર ગયો હતો અને ત્‍યારબાદ પરત આવ્‍યો નહોતો. બીજા દિવસે સવારે ટાયર પંચર દુકાન નજીક તેનો ગળું કાપેલ હાલતમાં મળતદેહ મળી આવ્‍યો હતો, જે પૂર્વયોજિત અને ક્રૂર હત્‍યાનું દ્યોતક છે.

વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે અને સતત મેદાની કામગીરી દ્વારા, ક્રાઈમ બ્રાન્‍ચ, અમદાવાદ શહેરે આરોપીને ટ્રેસ કરીને ઝડપી પાડ્‍યો છે. આ કામગીરીમાં આંતરરાજ્‍ય સંકલન તથા અદ્યતન તપાસ પદ્ધતિઓ જેમ કે મોબાઈલ કોલ રેકોર્ડના વિશ્‍લેષણ અને માનવ સૂત્રોની માહિતીનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્‍યો હતો.આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે પોલીસ સ્‍ટેશન બારૂન, જિલ્લો ઔરંગાબાદ (બિહાર)ને નિયમ મુજબ હવાલે કરવામાં આવી રહ્યો છે.

આ ધરપકડ કેસમાં મહત્‍વપૂર્ણ સફળતા છે અને દેશભરના કાયદા અમલ એજન્‍સીઓને ફરાર આરોપીઓને શોધી કાઢવામાં સહાય કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચની પ્રતિબદ્ધતા દર્શાવે છે

(11:53 AM IST)