News of Monday, 12th October 2026
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા :મધ્યપ્રદેશમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યાના કેસમાં ફરાર આરોપીને ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો
આરોપી રામુસિંહ ધીરસિંહ તોમર મે 2023માં મધ્યપ્રદેશના લેપા ગામે થયેલા હત્યાકાંડ બાદ ફરાર હ:આરોપીની ધરપકડ માટે 30 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું :હત્યાકાંડ બાદ આરોપી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેતો

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, મધ્યપ્રદેશમાં જમીન વિવાદમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યાના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી રામુસિંહ ધીરસિંહ તોમર મે 2023માં મધ્યપ્રદેશના લેપા ગામે થયેલા ચકચારી હત્યાકાંડ બાદ ફરાર હતો.આ હત્યાકાંડમાં 3 મહિલા અને 3 પુરુષ સહિત એક જ પરિવારના 6 સભ્યોનાં મોત થયાં હતાં. આરોપીની ધરપકડ માટે 30 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. હત્યાકાંડ બાદ આરોપી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેતો હતો.
આ દરમિયાન તે સિક્યુરિટી ગાર્ડ તરીકે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. છેલ્લા એક વર્ષથી તે ગુરુગ્રામની એક વેરહાઉસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડવા માટે વેશપલટો કરીને સાત દિવસ સુધી વોચ રાખી હતી. ત્યારબાદ તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હવે આ મામલે પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
