News of Monday, 25th May 2026
પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા : ૧૯૯૪ ના અરવિંદ શાહ હત્યા કેસમાં ફાંસીની સજા પામેલો અને ૧૩ વર્ષથી ફરાર ઘાતકી મુખ્ય આરોપી સતીષ રૂપા રેલિયા ઝડપાયો
ડીસીપી અજિત રાજિયાણની ટીમ અને પીઆઈ એન. આર. બ્રહ્મભટ્ટની ટીમે હોટેલમાં મહેમાનનું માથું ધડથી અલગ કરી થેલામાં ભરી અડાલજ લઈ જનાર કુખ્યાત ગુનેગાર સતીષ હિંમતલાલ રૂપા રેલિયા ઉર્ફે ભીખુ ઉર્ફે સંજય ઠક્કરને દબોચી લીધો

રાજકોટ : ગુનાખોરી આચરીને કાયદાની પકડમાંથી લાંબો સમય ભાગતા ફરતા રીઢા ગુનેગારો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ એક વખત સફળતાનો મોટો વિક્રમ સર્જ્યો છે પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલના સીધા માર્ગદર્શન નીચે ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણની ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન. આર. બ્રહ્મભટ્ટની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને વર્ષ ૨૦૧૩ થી પેરોલ જમ્પ કરીને એક દાયકા કરતાં વધુ સમયથી ફરાર ફાંસીની સજા પામેલા હાઈ-પ્રોફાઈલ ગુનેગારને શોધી કાઢીને સફળતાપૂર્વક ઝડપી લીધો છે આ ખૂંખાર ગુનેગારે વર્ષ ૧૯૯૪ માં અમદાવાદની નીલમ હોટેલમાં એક વેપારીની ઘાતકી હત્યા અને લૂંટના સનસનાટીભર્યા કેસને અંજામ આપ્યો હતો જેને કાયદાના હવાલે કરવામાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા સાંપડી છે
આ ચકચારી ગુનાની વિગત એવી છે કે ૨૨ ઓક્ટોબર ૧૯૯૪ ના રોજ એક કાપડના વેપારી અરવિંદ શાહને ડિસ્કાઉન્ટ ભાવે વેપાર કરવાના બહાને સ્થાનિક નીલમ હોટેલમાં બોલાવવામાં આવ્યા હતા જ્યાં મુખ્ય આરોપી સતીષ હિંમતલાલ રૂપા રેલિયા (ઉર્ફે ભીખુ / ઉર્ફે સંજય ઠક્કર) અને તેના સાથીદારોએ પૂર્વયોજિત કાવતરું રચીને વેપારી પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ અને સોનાના દાગીના લૂંટી લીધા હતા આ લૂંટ કર્યા બાદ ગુનાની અને મૃતકની ઓળખ છુપાવવા માટે આરોપીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક હોટેલના આ મહેમાનનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને કપાયેલું માથું એક થેલામાં ભરીને અડાલજ સુધી લઈ ગયા હતા આ મામલે સેશન્સ કેસ નંબર ૫૬/૧૯૯૫ ચાલતા એપ્રિલ ૨૦૦૦ માં અમદાવાદની એડિશનલ સિટી સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી સતીષ રૂપા રેલિયાને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ હત્યા લૂંટ અને ગુનાહિત કાવતરાના ગુનામાં દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી
અદાલત દ્વારા ફાંસીની સજા જાહેર થયા બાદ આરોપી સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો હતો આ જેલવાસ દરમિયાન વર્ષ ૨૦૧૩ માં આ ગુનેગારને કોર્ટ દ્વારા કામચલાઉ ધોરણે પેરોલ મુક્તિ આપવામાં આવી હતી પરંતુ પેરોલની મુદત પૂર્ણ થયા બાદ આ ગુનેગારે પોતાની કાનૂની શરતોનો સરેઆમ ભંગ કર્યો હતો અને જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાને બદલે તે રાતોરાત ભૂગર્ભ થઈ ગયો હતો લગભગ ૧૩ વર્ષ જેટલા લાંબા સમય સુધી તે દેશના જુદા જુદા ભાગોમાં સતત પોતાના રહેઠાણો બદલતો રહ્યો હતો અને સામાન્ય નાગરિકો વચ્ચે ભળી જવા માટે તેણે બહુવિધ નકલી ઓળખ અને નકલી નામો પણ અપનાવી લીધા હતા જેના કારણે તે લાંબા સમય સુધી કાયદા અમલીકરણ એજન્સીઓને થાપ આપવામાં સફળ રહ્યો હતો
જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટ્રેકિંગ ટીમે આ ફાંસીના કેદીને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અદ્યતન બાતમીદારી અને વ્યૂહાત્મક દેખરેખ ગોઠવી રાખી હતી લાંબા સમયના સખત ગ્રાઉન્ડવર્ક અને સચોટ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પીઆઈ એન. આર. બ્રહ્મભટ્ટની ટીમને આરોપીના ચોક્કસ છુપાવાના સ્થળની સચોટ માહિતી મળી હતી જેના આધારે ક્રાઈમ બ્રાંચના ઓપરેશનલ યુનિટે પ્લાન બનાવીને આરોપીના આખા ઠેકાણાને ચારેય તરફથી ઘેરી લીધું હતું અને કોઈ પણ અનિચ્છનીય ઘટના કે પ્રતિકાર વિના આ નાસતા ફરતા પાકા કામના કેદી સતીષ રૂપા રેલિયાને કસ્ટડીમાં લઈ લીધો હતો આ સાથે જ છેલ્લા ૧૩ વર્ષથી કાયદાથી ભાગતા આ હાઈ-પ્રોફાઈલ ગુનેગારના સમયગાળાનો અંત આવ્યો છે પકડાયેલા આરોપી સામે તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને અદાલત દ્વારા નિર્ધારિત તેની મૂળ સજા એટલે કે ફાંસીના અમલીકરણ માટે તેને ફરીથી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલ હવાલે મોકલી દેવામાં આવ્યો છે
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
