News of Wednesday, 30th September 2026
અમદાવાદના એક શ્રદ્ધાળુ દ્વારા દોઢ કિલો ચાંદીના વાસણ મંદિરમાં આપ્યા ભેટ
દીકરીને ત્યાં દીકરીનો જન્મ થતાં તે ખુશીમાં બંને પરિવાર દ્વારા આ ચાંદીના વાસણો મંદિર ટ્રસ્ટમાં ભેટ આપ્યા: ચાંદીનો થાળ અને ચાંદીનો વાટકો માતાજીને સાયંકાલ દરમિયાન ભોગ ધરાવવા માટે અર્પણ

અમદાવાદના એક શ્રદ્ધાળુ દ્વારા દોઢ કિલો ચાંદીના વાસણ મંદિરમાં ભેટ આપ્યા છે, દીકરીને ત્યાં દીકરીનો જન્મ થતાં તે ખુશીમાં બંને પરિવાર દ્વારા આ ચાંદીના વાસણો મંદિર ટ્રસ્ટમાં ભેટ આપ્યા છે, ચાંદીનો થાળ અને ચાંદીનો વાટકો માતાજીને સાયંકાલ દરમિયાન ભોગ ધરાવવા માટે અર્પણ કરવામાં આવેલ છે. જેને કિંમત અંદાજે રૂપિયા ત્રણ લાખ ઉપરાંત થવા જાય છે. ચાંદીનો થાળ અને વાટકો ભટ્ટજી મહારાજની ગાદી ઉપર અર્પણ કરાયો હતો માતાજીને સાંજની આરતી દરમિયાન ભટ્ટજી મહારાજ સાયંકાલ ભોગ ધરાવતા હોવાથી ચાંદીનો થાળી અને વાટકો ભટ્ટજી મહારાજના અર્પણ કર્યો હતો
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
