<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કરોડોના ફ્રોડ દ્વારા લોકોને હચમચાવતા સાયબર માફિયાઓને હચમચાવતી સાયબર સર્જીકલ સ્‍ટ્રાઇકની ભીતરી કથા... : ભાવનગરની સહકારી બેંકની સિસ્‍ટમ હેક કરનાર ગેંગ સાથે વડોદરાનું કરોડોનું સાયબર ફ્રોડ ગેંગ ઝડપવા મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન.રાવ અને IG બિપીન આહિરના માર્ગદર્શનમાં એસપી રાજદીપસિંહ ઝાલાના નેતળત્‍વ હેઠળની આખી ટીમ અને તમામ સ્‍ટાફની જહેમતની કાબિલેદાદ કામગીરી અંગે જાણી પ્રોજેક્‍ટના સ્‍વપ્‍ન દ્રષ્ટા નાયબ મુખ્‍યમંત્રી પણ ડો. રાવની માફક ખુશીથી ઝુમી ઊઠ્‍યા... : પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જી. બી.ડોડીયા, એચ વી દેસાઇ ટીમે ભાવનગર પ્રકરણમાં ૪ ને સકંજામાં લેતા જ ખેલ પૂર્ણઃ વાડીસરાના કરોડોના નેટવર્ક ખુલ્લું કરવામાં પણ એસપી રાજદીપસિંહ ઝાલાના નેતૃત્‍વમાં, એસપી સંજય કેશવાલ, એસપી વિવેક ભેડા PI એચ જે.પરમાર, PSI પી.કે ગોહિલ ટીમની આવી હતી કાબિલેદાદ કામગીરી...11:28 AM IST

દેશની ૭૦ કરોડ મહિલાઓનું અપમાનઃ રીવાબા જાડેજા : સંસદમાં મહિલા અનામત બીલ મંજુર ન થતા રાજયના મહિલા મંત્રીનું કોંગ્રેસ ઉપર પત્રકાર પરીષદમાં નિશાન : કોંગ્રેસે મહિલા વિરોધી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરીઃ અનિરૂધ્ધ દવે : શુક્રવારે સંસદમાં મહિલા અનામત બીલ મંજુર ન થતા ભાજપે કોંગ્રેસ ગઠબંધન પર તરહ તરહના સવાલો સાથે પ્રહાર કરવામાં આવી રહયા છે ત્‍યારે આજે રાજકોટમાં મંત્રી રિવાબા જાડેજા, પ્રદેશ મહામંત્રી અનિરૂધ્‍ધ દવેએ પત્રકાર પરીષદમાં બિલને લઇને વિસ્‍તૃત માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા તથા પૂર્વ મેયર ભાવનાબેન જોષીપરા, રક્ષાબેન બોળિયા, નયનાબેન પેઢડીયા તથા ભાજપના મહિલા આગેવાનો લીનાબેન રાવલ, પુજા પટેલ સહિતના ભાજપ મહિલા આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)3:23 PM IST